ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) – ખેડૂતોના ઉત્કર્ષનું નવું અભિગમ

ખેડૂતમિત્રો તમે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ખેડૂત ઉત્પાદન સંગઠન (એફ.પી.ઓ ) વિષે તો સાંભળ્યુંજ હશે. આજે આપણે એફ.પી.ઓ શું છે એ વિષે વધુ જાણીએ.

એફ.પી.ઓ શું છે?

નાના અમે સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે. ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી ઉગારી લેવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું સંગઠન ઉભું કરવામાં આવે છે જેને ખેડૂત ઉત્પાદન સંગઠન (Farmer Product Organisation – એફ.પી.ઓ ) કહે છે.

એફ.પી.ઓ ના ફાયદા

એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો , ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે.

એફ.પી.ઓ ની ખાસિયત

એફ.પી.ઓ કંપની એક્ટમાં રજીસ્ટર્ડ થવાથી કાનૂની માન્યતા પ્રાપ્ત છે.


ખેડૂતોની જેમ બીજા ઉત્પાદકો જેવાકે માછીમારો અને વણકરો પણ આવી સંસ્થા ઉભી કરી શકે છે અને સરકાર દ્વારા આપવામાં આવતી સગવડોનો લાભ મેળવી શકે છે.


એફ.પી.ઓ ના સભ્યો સંસ્થાના શેરહોલ્ડરો હોય છે. સંસ્થાના નફાનો અમુક ભાગ સભ્યોને વહેંચવામાં આવે છે અને બાકીનો ભાગ ખેત ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે.


એક સંગઠનમાં સતત ભૌગોલિક વિસ્તારમાં રહેતા 700 થી 1000 ખેડૂતો સભ્ય હોય છે જેમાં 1 થી 3 ગ્રામ પંચાયતની 4000 હેકટર સુધી જમીન આવરી શકાય છે.


સંગઠન પોતાની આવક માંથી નિષ્ણાતો અને સલાહકારોને રોકી શકે છે.


એફ.પી.ઓ ની ગતિવિધિઓ

1.સભ્ય ખેડૂતોને ખેતીને લગતી જરૂરિયાતો જેવીકે બિયારણ, ખાતર, કીટનાશક, વાહન વગેરે ભેગી કરી પુરી પાડવી.
2.ખેતી સંભધિત તકનીકી જ્ઞાન આપવું તેમજ નવા સંશોધનો વિષે માહિતી આપવી.
3.ખેતી માટે નાણાંની સગવડતા પુરી પાડવી.
4.સરકારી સંસ્થાઓ જેવીકે નાબાર્ડ, બેંકો વિગેરેનો સંપર્ક ખેડૂતોના લાભની કામગીરી કરાવી.
5.પાકની કાપણી પછી સાફ સૂફી કરી ગ્રેડિંગ, પેકીંગ અને લેબલિંગ કરી બજારમાં મૂકવું.
6.સાંસ્થાનિક ખરીદદારો સાથે જોડાણ કરી ઉત્પાદનનું સીધુ વેચાણ કરવું અને વધારે ભાવ મેળવવામાં મદદ કરવી
7.કોમોડિટી એક્સચેન્જ અને એક્સપોર્ટ દ્વારા માર્કેટનું વ્યાપ વધારવું.


એફ.પી.ઓ સંસ્થા બનાવવાની પ્રક્રિયા

કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં રહેતા 10 થી વધારે ખેડૂતો અથવા 2 થી વધુ ખેડૂત સંસ્થાઓ ભેગા થઈને ખેડૂત ઉત્પાદક સંસ્થા બનાવી શકે છે. એફ.પી.ઓ ના પ્રમોટરો કોઈ પણ બિન સરકારી સંસ્થા, બેંક અથવા સરકારી સંસ્થા પણ હોઈ શકે. સંસ્થાનું કંપની એક્ટમાં કંપની રજિસ્ટ્રાર પાસે સેક્શન 58 (સી) ઇન્ડિયન કંપની એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાનું રહે છે. રજિસ્ટ્રેશ પહેલા સંગઠનનું નામકરણ અને સભ્યોમાંથી પાંચ ડિરેક્ટરો નીમવાના રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor