વધુ પડતા સિંચાઇના પાણીથી થતા ગેરલાભ

ખેડૂતમિત્રો, ખેતીમાં પાકને યોગ્ય પ્રમાણમાં જ પિયત આપવું જરૂરી છે. કોઈપણ પાકને તેમજ કોઈપણ પ્રકારની જમીનમાં જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં પાણી (excess irrigation) આપવામાં આવે ત્યારે ફાયદાને બદલે કિંમતી પાણીનો વ્યય થાય છે અને અન્ય ઘણા ગેરલાભો થાય છે.

પાક પર અસર

જમીનની નિતાર શક્તિ નબળી હોય તો પાણી જમીનની સપાટી પર તેમજ પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના અવકાશમાં પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના અવકાશમાં હવાનું પ્રમાણ બિલકુલ નહિવત રહે છે, પરિણામે છોડને પ્રાણવાયુ અને પોષક તત્વો પુરતા નહિ મળવાથી વૃદ્ધિ નબળી રહે છે અને ઉત્પાદન ઘટે છે.


1.પાણી વધુ ભરાઈ રહેવાથી જમીન ઠંડી પડી જાય છે. જમીનનું ઉષ્ણતામાન જરૂરીયાત કરતાં ઘણું નીચું જતું રહેવાથી છોડનો વિકાસ સંતોષકારક થતો નથી.
2.જમીનના ઉપયોગી સૂક્ષ્મ જીવાણુના વિકાસ પર માઠી અસર થાય છે જેથી અલભ્ય પોષક તત્વોનું લભ્ય પરિસ્થિતિમાં રૂપાંતર થતું નથી અને છોડને મળતા નથી.
3.જમીનની ભેજ ધારણ શક્તિ કરતા વધારે પાણી જયારે આપવામાં આવે છે ત્યારે તે વધારાનું પાણી નિતાર દ્વારા પાકના મૂળ વિસ્તારથી નીચે ઉતરી જાય છે જે પાકને મળતું નથી.
4.છોડ ઉપર લોહ, મેંગેનીઝ અને ગંધક જેવી ધાતુઓની ઝેરી અસર થાય છે.
છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વોની સમતુલા જમીનમાં જળવાતી નથી.


જમીન પર અસર

1.સેન્દ્રિય પદાર્થના કહોવાણની ક્રિયા મંદ થઈ જાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે.
2.જમીનમાં પાણીનું સ્તર ઊંચુ આવવાથી કેશાકર્ષણ નળીઓ દ્વારા જમીનની નીચેના પડના દ્રાવ્યક્ષારો ઉપરના પડમાં જમા થાય છે અને લાંબે ગાળે જમીન ક્ષારયુક્ત બને છે.
3.વધારે પડતા પાણીના નિકાલ સાથે પાકને જરૂરી પોષક તત્વો, સેન્દ્રિય ખાતર અને જમીનના ઉપલા ફળદ્રુપ પડનું ધોવાણ થવાથી 4.જમીનની ફળદ્રુપતા ઘટે છે.
5.લાંબે ગાળે જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે.


ખેતી ખર્ચમાં વધારો

1.વધારે પડતા પાણીથી ખેતરનું હવામાન ભેજવાળું રહે છે જે રોગ અને જીવાતનો ઉપદ્રવ માટે અનુકુળ હોય છે જેને લીધે જંતુનાશક દવા પાર ખર્ચ વધે છે.
2.નીંદામણનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે અને મજુર ખર્ચ વધે છે.
3.જમીન જલ્દી સુકાતી નથી જેથી વાવણી, આંતરખેડ, નીંદામણ, કાપણી વગેરે ખેતીકામો કરી શકાતા નથી.
4.સિંચાઈના કિંમતી પાણીનો વ્યય થાય છે સાથે સાથે વિજળી નો બગાડ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor