જીરામાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Cumin)

ખેડૂતમિત્રો જીરાના (cumin) પાકમાં રોગ અને જીવાતનું અસરકારક નિયંત્રણ કરવું જરૂરી છે. જીરાના(cumin)પાકમાં થતા વિવિધ રોગ અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો.

મોલો

1.લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2.ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસિટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા ચાન્ટાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.


કાળીયો/કાળી ચરમી

રોગની શરૂઆત થયેથી એઝોકસીસ્ટ્રોબીન ૧૩ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૧૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ર૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.


સૂકારો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ (૨ * ૧૦૯ સીએફયુ ગ્રામ) સંવર્ધિત છાણિયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલી અથવા રાયડાનો ખોળ અથવા પોલ્ટી ખાતર ૨.૫ ટન/હે. આપવાથી રોગના પ્રમાણમાં ઘટાડો થાય છે.


ભૂકી છારો

1.સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ર૫ કિ.ગ્રા./હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.
2.રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
3.ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્રાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્રાવ્ય ગંધક ૮૦ વેપા ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor